- પુશ અપ્સથી કેલેરી બર્ન કરી શકાય છે
- જંપિંગ રોપ હાર્ટ અને બીપીને પણ કંટ્રોલમાં રાખશે
- 30 મિનિટ સાયકલિંગની ફેટ બર્ન કરી શકાય છે
આજકાલની બગડતી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાન પાનની આદતોના કારણો લોકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળી રહી છે. આળસના કારણે લોકો બહાર વોક કરવાનું પણ ઘટાડી દેતા હોય છે અને તળેલું વધારે ખાવા લાગે છે. તેનાથી સ્થૂળતા વધવી સામાન્ય છે. વધતું વજન શરીરને અનેક બીમારીનું ઘર બનાવે છે. તેની સાથે લૂકને પણ ખરાબ કરે છે.
વજન ઘટાડવા માટે ડાયટિંગ
અનેક લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગ કરે છે. જેમાં તેઓ એક સમયનું ભોજન સ્કીપ કરે છે. પણ તેનાથી ખાસ ફરક પડતો નથી. જો તમે જાતે ઘરે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમે આ કસરતોની મદદ લઈ શકો છો.
જંપિંગ રોપ
જંપિંગ રોપ એટલે કે દોરડા કૂદવું. તે કેલેરી બર્ન કરવાનો સારો વિકલ્પ છે. તે પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. સાથે હાઈ બીપી અને હાર્ટની સમસ્યાના જોખમને ઘટાડે છે. સામાન્ય જંપિંગ રોપથી ઘૂંટણ પર ઓછું પ્રેશર આવે છે અને તેની સ્થિતિ પણ સુધરે છે.
પુશ અપ
પુશ અપ કરવાથી પેટની માંસપેશીઓ પર પ્રભાવ પડે છે. તેનાથી હાથ અને પગના મસલ્સ પણ મજબૂત બને છે. સાથે કેલેરી બર્ન પણ થાય છે. તે ફેટને ઓછી કરવામાં મદદ કરે છે.
સાયકલિંગ
વજન ઘટાડવા માટે સાયકલ ચલાવવું એ વધુ સારો વિકલ્પ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દરરોજ 30 થી 60 મિનિટ સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી કેલેરીને બર્ન કરવામાં મદદ મળે છે.
બર્પી
બર્પીથી શરીરમાં જમા ફેટને ઓછું કરવામાં અને મસલ્સને બિલ્ડ કરવામાં મદદ મળે છે. તેને તમે સવાર કે સાંજ કોઈ પણ સમયે કરી શકો છો.
પ્લેંક
તમારા રુટિનમાં તમે પ્લેંક એક્સસાઈઝ પણ સામેલ કરી શકાય છે. તેનાથી પેટના મસલ્સ મજબૂત બને છે. તેનાથી બેલી ફેટને ઘટાડવામાં સરળતા રહે છે.