હાલમાં શિયાળો જામ્યો છે ત્યારે જરૂરતમંદો ઠંડી સામે રક્ષણ મેળવી શકે તેવા ઉમદા ઉદેશ્ય સાથે મોરબી મહિલા પોલીસ મથકના પીઆઇ દ્વારા રોજે રોજનું કમાઈ ખાતા લોકોને સ્વખર્ચે ધાબળા વિતરણ કરી પોલીસ પબ્લિક મિત્ર હોવાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું.
ગુન્હેગાર માટે કઠોર દિલના મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર લગધીરકા મેડમ દ્વારા મોરબીમાં રોજે રોજનું કમાઈ ખાતા શાકભાજીનો વ્યાપાર કરતા મહિલાઓ માટે ઠંડીમાં રક્ષણ માટે ગરમ ધાબળાનું વિતરણ કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને સાર્થક કર્યું હતું. પોલીસ ઇન્સ્પેકટર લગધીરકા મેડમ દ્વારા સ્વખર્ચે ધાબળા ખરીદી ગરીબ જરૂરતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવતા જરૂરતમંદ લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.