‘અગ્ર ગુજરાત’ની સકારાત્મક રજૂઆતનો તંત્રનો કવીક રિસ્પોન્સ : લત્તાવાસીઓને રાહત
રાજકોટ શહેરની સમસ્યાને સમજી અને તેનો તાત્કાલીક ઉકેલ આવે તે માટે હેતુલક્ષી પત્રકારત્વ કરતા ‘અગ્ર ગુજરાત’ના અભિગમને તંત્રએ પણ વધાવ્યું છે. શહેરના રેલનગર વિસ્તારમાં તાજેતરમાં મૂકવામાં આવેલા ભયજનક સ્પીડ બ્રેકર અંગે ગઇકાલે અહેવાલ પ્રસિધ્ધ કરતા તંત્રએ તાત્કાલીક ધોરણે આ સ્પીડબ્રેકરો પર સફેદ પટ્ટા લગાવી ત્વરીત પ્રતિક્રિયા આપી છે. લત્તાવાસીઓમાં પણ તાત્કાલીક પગલાથી રાહતની લાગણી ફેલાઇ છે.