અત્યારે ટોક ઓફ ધ ટાઉનમાં એક નામની ખૂબ ચર્ચા છે. તમને જણાવી દઈએ કે તે બીજું કોઈ નહીં પણ ઈશા નેગી છે. દરેક લોકો ઈશા નેગી વિશે ચર્ચા કરી રહ્યા છે અને લોકો જાણવા માંગે છે કે તે કોણ છે?
કોણ છે ઈશા નેગી?
ઈશા નેગી જેનું નામ હાલમાં ક્રિકેટર રિષભ પંત સાથે જોડાઈ રહ્યું છે. જો તેના વિશે વાત કરીએ તો ઈશા નેગી ખૂબ જ પોપ્યુલર છે. ઈશા એક પોપ્યુલર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને મોડલ છે. ઈશાનો જન્મ વર્ષ 1997માં 20 ફેબ્રુઆરીએ થયો હતો. આ સિવાય જો તેમના પિતાની વાત કરીએ તો તેઓ ઘણા મોટા બિઝનેસમેન છે.
બંનેએ કોઈએ આપી નથી પ્રતિક્રિયા
ઈશા નેગી હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશા અને રિષભ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આવું કંઈક સાચું છે કે નહીં તે વિશે કંઈ કહી શકાય નહીં કારણ કે બંને તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને ન તો ડેટિંગની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે.
રિષભની પોસ્ટ પર કરી કોમેન્ટ
સોશિયલ મીડિયા પર રિષભ અને ઈશાને લઈને ઘણી વાર ચર્ચાઓ થતી રહે છે. દરેક વ્યક્તિ પોતાના સંબંધોને લઈને કોઈને કોઈ ચર્ચા કરતા જોવા મળે છે. ઈશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને રિષભ પંતની પોસ્ટ પર કોમેન્ટ કરતી જોવા મળે છે. આવી સ્થિતિમાં તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.