ખાનગી સર્વેમાં બિહારમાં નીતિશ વગર ભાજપને લોકસભાની ચૂંટણીમાં ૧૫ થી ર૦ બેઠકનો ફટકો પડે એવી ભીતિ દર્શાવાઇ હતી.
જે રીતે બિહારમાં ભારતિય જનતા પાર્ટીએ ઇમેજની પરવા કર્યા વગર લાલુ સાથે નાતરુ કર્યુ તે જોતાં ભાજપ હાઇકમાન્ડના મગજ ઉપર એક જ ધુન છે કે અબ કી બાર ૪૦૦ કે પાર. મતલબ લોકસભાની ચૂંટણીમાં કુલ પ૪3 બેઠકમાંથી ૪૦૦થી વધુ બેઠક ઉપર ભાજપ અને એનડીએનો ઝંડો લેહરાવવો. દક્ષિણના રાજયોમાં ભાજપની નબળી પકકડ તેમાં બાધારૂપ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી હાથીનો પગ જમાવીને બેઠા છે. ભાજપ બંગાળમાં પણ ગત લોકસભાની ચૂંટણીએ મોટો તફાવત સર્જી શકે તેમ નથી.આવા સંજોગોમાં ૪૦૦ બેઠકને પાર કરવા બિહારની ૪૦ બેઠક ખાસ જરૂરી છે. આ માટે નીતિશ વિષે જોશમાં આવી અમિત શાહ સહિતના નેતાઓ જે બોલી ગયા હતાં તે સોશિયલ મિડિયાના માધ્યમથી વાઇરલ થઇ રહયુ છે. કોંગ્રેસે નિશાન તાંકતાં કહયુ છે કે રામ કે બાદ પલટુ રામ. ભુતકાળમાં આયારામ ગયારામનું રાજકારણ સુમાર ઉપર હતું.
મૂળ વાત એ છે કે ભાજપને એનડીએ સાથે મળીને ૪૦૦ બેઠક ઉપર જવુ હશે તો હિન્દુ વોટશેર અને સાથી પક્ષોની તાકાત લોન ઉપર લેવી પડશે. ર૦૧૪ની ચૂંટણીમાં ભાજપ 3૬ ટકા હિન્દુ મત મળ્યા હતાં. જેમાં ર૮ર બેઠક મળી હતી. ર૦૧૯ની ચૂંટણીમા હિન્દુમતની ટકાવારી વધીને ભાજપની તરફેણમાં ૪૪ ટકા થઇ હતી. જેને કારણે ભાજપને 3૦3 બેઠક મળી હતી. હવે ભાજપના ચૂંટણી વ્યુહકારો પીએમ મોદી અને અમિત શાહ વગેરે ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો હિન્દુ વોટશેર વધારીને પર ટકા લઇ જવાનો લક્ષ્યાંક રાખે છે. જો ભાજપને એકલાને પર ટકા હિન્દુ વોટશેર મળે તો તેની બેઠક 3પ૦ થી ૪૦૦ વચ્ચે થવાનો અંદાજ છે.
બિહારમાં ભાજપે નીતિમતા ફગાવી નીતિશનો પાલવ પકડયો તેના પાછળ પણ ૪૦૦ બેઠકને પાર કરવાનો લક્ષ્યાંક છે. ભાજપના એક ખાનગી સર્વેમાં એવી ભીતિ દર્શાવવામાં આવી કે નીતિશ વગર બિહારમાં ભાજપ એકલી ચૂંટણી લડે તો લોકસભાની વધી વધીને ર૦ થી રપ બેઠક જ મેળવી શકે. બિહારમા ર૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ સાથે જોડાઇને એનડીએ ગઠબંધનમાં ચૂંટણી લડયા હતાં ત્યારે આ ગઠબંધનને ૯૭ ટકા વોટ મળ્યા હતાં. ૪૦માંથી લોકસભાની 3૯ બેઠક એનડીએને મળી હતી. જયારે વિધાન સભાની ૧૭૮ બેઠક ર૪3 બેઠકમાથી મળી હતી.આ ભાજપ એનડીએ ગઠબંધનને ૪૦૦ બેઠકનો જાદુઇ આંકડો પાર કરવો છે તેમાં મોટુ વિઘ્ન બિહારમાં ઉભુ થવાની ચિંતા હતી. આથી નીતિશ સાથે રાતો રાત ફરી એક વખત જોડાણ કરી લીધુ.
ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને નીતિશે નવા જોડાણ બાદ જુદા જુદા સ્થળે જાહેર કર્યુ હતું કે તેઓ બિહારમાં ૪૦માંથી ૪૦ બેઠક મેળવશે. જે બતાવે છે કે ભાજપનું બિહારમાં એક જ મિશન છે મિશન ૪૦. ગુજરાતમાં જેમ ર૬માંથી ર૬ બેઠક મળે છે તેમ બિહારમાં પણ ૪૦માંથી ૪૦ બેઠક મળે તો એનડીએના મિશન ૪૦૦ને મોટો ટેકો મળી જાય.