શાકભાજી રૂ. ૪૦ થી ૮૦ ના ભાવે અને સંતરા રૂપિયા ૨૦ થી ૪૦, માલટા ૧૫ થી ૩૦,પપૈયા ૨૫ થી ૪૦ના કિલો
શિયાળાની રૂત્રુમા સામાન્ય રીતે શાકભાજી સસ્તું હોય છે પરંતુ આ વખતે દર વર્ષની માફક આ વર્ષે શાકભાજી મોંઘા છે જેમાં તમાંમ શાકભાજી રૂપિયા ૪૦ થી ૮૦ ના ભાવે એક કિલો વેચાઈ રહ્યું છે જેની સામે તમામ ફુટ સસ્તું હોય ઉધીયા કરતા ફુટ સલાડ ખાવુ સસ્તું પડે છે .
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીની આવક ઓછી થવાના કારણે માર્કેટ યાર્ડમાં હોલસેલમાં શાકભાજી મોંધુ વેચાઈ રહ્યું છે જેમાં ગુવાર એક કિલો રૂપિયા ૬૦ થી ૭૦ તથા ભીંડો એક કિલો રૂપિયા ૫૦ થી ૫૦ ના ભાવે વેચાઈ રહ્યું છે જેની સામે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ શાકમાર્કેટમાં તથા છુટક શાકભાજીના ફેરીયાઓ મોંધા ભાવે શાકભાજી વેચાઈ રહ્યું છે જેમાં જયુબેલી શાક માર્કેટમા રીંગણા એક કિલોના રૂપિયા ૪૦,ગુવાર રૂપિયા ૮૦, ભીંડો રૂપિયા ૮૦,કાકડી રૂપિયા રૂપિયા ૬૦, ટમેટા રૂપિયા ૬૦ થી ૭૦ ના ભાવે છુટક શાકભાજી વેચાઈ રહ્યું છે આમ શાકભાજીના વેપારીના કહેવા પ્રમાણે દર વર્ષે શિયાળામાં શાકભાજી સસ્તું મળતું હોય છે જેની સામે આ વખતે શાકભાજી મોંધા ભાવે વેચાઇ રહ્યું છે.
રાજકોટની ફુટ માર્કેટમા ફુટની ધુમ આવક થતા ફુટના ભાવ નીચા ગયા છે.જેમા હોલસેલમાં એક કિલો ફુટ નીચેના ભાવે વેચાઈ રહ્યું છે જેમાં સંતરા રૂપિયા ૨૦ થી ૪૦, માલટા ૧૫ થી ૩૦,પપૈયા ૨૫ થી ૪૦, સ્ટોબેરી આઠ ડબ્બી ૧૨૦ થી૩૦૦, જ્યારે જામફળ રૂપિયા ૨૦ થી ૪૦ ના ભાવે વેચાઈ રહ્યું છે જેની સામે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ શાકમાર્કેટ પાસે ઉભા રહેતા ફુટના વેપારીઓ દ્વારા એક કિલો સતરા રૂપિયા ૫૦ ના ડોઢ કિલો, સ્ટોબેરી રૂપિયા ૧૦૦,સફરજન રૂપિયા ૮૦, જામફળ રૂપિયા ૩૦ થી ૪૦,માલટા રૂપિયા ૨૫ થી ૩૦ ના ભાવે વેચાઈ રહ્યા છે આમ શીયાળની રૂત્રુમા લોકો ખાસ કરીને શાકભાજી સસ્તું હોવાના કારણે ઉંધીયું ખાતા હોય છે પરંતુ આ વખતે ભાવ આસમાને હોવાના કારણે શાકભાજી કરતા ફુટ સસ્તું હોય ફુટ સલાડ ખાવુ સસ્તું થયું છે.