- શુભમન ગિલ શ્રીલંકા સામેની મેચમાં સદી ચૂક્યો
- શ્રીલંકા સામે શુભમન ગિલે 92 રનની ઇનિંગ રમી
- ગિલના આઉટ થયા બાદ સારાની આશ્ચર્યજનક પ્રતિક્રિયા
ODI વર્લ્ડકપ 2023માં શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં શુભમન ગિલ સદી ચૂકી ગયો હતો. ગિલની ઇનિંગ્સ 92 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. આવું પહેલીવાર બન્યું જ્યારે ગિલ 90થી વધુ રન બનાવ્યા બાદ સદી સુધી પહોંચી શક્યો ન હતો. વર્લ્ડકપની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગિલના આઉટ થવાથી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો ખૂબ જ નિરાશ થયા હતા અને આ દરમિયાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની આશ્ચર્યજનક પ્રતિક્રિયા વાયરલ થઈ હતી.
સારાની આશ્ચર્યજનક પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શુભમન ગિલના આઉટ થયા બાદ સારા તેંડુલકરની આશ્ચર્યજનક પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઇનિંગ્સની 30મી ઓવરના છેલ્લા બોલ પર ગિલને દિલાસન મદુશંકાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ગિલે 92 રનની ઈનિંગમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ગિલની શાનદાર ઇનિંગ્સ માટે ફેન્સે અભિવાદન કર્યું હતું, ત્યારે સારા તેંડુલકર પણ ઉભી થઇને અભિવાદન અપતી તસવીર પણ વાયરલ થઈ રહી છે. શુભમન ગિલે અગાઉ પૂણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં 53 રનની ઇનિંગ રમીને ODI વર્લ્ડ પની પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. જો કે તે મેચમાં સારા તેંડુલકર પણ જોવા મળી હતી.
ભારતીય સાતમી મેચ રમી રહી છે
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહેલી ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023ની સાતમી મેચ શ્રીલંકા સામેની મેચ સાથે રમી રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારત એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી એકપણ મેચ હાર્યું નથી. છેલ્લી 6 મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને હરાવ્યું છે. રોહિત બ્રિગેડે 6માંથી 5 મેચ રન ચેઝ કરીને અને એક મેચમાં પહેલા બેટિંગ કરીને જીત મેળવી છે.