- રાજમા અને ભાત અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ફેમસ
- પંજાબની દાળ મખનીની વિદેશમાં રહે છે ધૂમ
- સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટ, સમોસા, વડાપાંવ અને ભજિયા વિદેશમાં ફેવરિટ
1 ઓક્ટોબરને વિશ્વ શાકાહારી દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ વેજિટેરિયન ફૂડને વધારો આપવાની સાથે સાથે શાકાહારી જીવનશૈલીને જાગૃત કરવાનો છે. 1977માં વર્લ્ડ વેજિટેરિયન ડેને ઉત્તર અમેરિકી શાકાહારી સોસાયટી (NAVS) દ્વારા ઉજવવામાં આવશે. શાકાહારી ડાયટમાં વીગન ડાયટને સામેલ કરાય છે. તો જાણો ભારતની એ વાનગીઓ જે વિદેશમાં પણ જાણીતી છે.
દાળ મખની
આમ તો આ પંજાબી ડિશ છે પણ વિદેશમાં પણ તેની ધૂમ રહે છે. ટામેટાની ચટણીની સાથે ધીમા ગેસે ચઢાવેલી દાળને ગરમાગરમ પીરસવામાં આવે છે. તેને નાન કે રોટલી સાથે પીરસાય છે. વિદેશમાં તેની ડિમાન્ડ રહે છે.
રાજમા અને ભાત
આ ડિશ નામથી જ ફેમસ છે. ભારતમાં તે શોખથી ખવાય છે. સૂકા રાજમાને મસાલા સાથે સારી રીતે તૈયાર કરીને ભાત સાથે પીરસવામાં આવે છે. દિલ્હી અને પંજાબમાં આ જાણીતી વાનગી છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ રાજમા અને ભાતને પસંદ કરવામાં આવે છે.
પાપડી ચાટ
આ નોર્થ ઈન્ડિયાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. વિદેશી તો તેને શોખથી ખાય છે. આ ડિશ સડક કિનારે બનતી દુકાનોમાં જોવા મળે છે. આ સ્ટ્રીટ ફૂડ વિદેશીઓને ભાવે છે. આ સિવાય તેઓ સમોસા, વડાપાંવ અને ભજિયા જેવી ડિશને પણ પસંદ કરે છે.
બરફી
ભારતમાં મસાલેદાર ભોજન ખાઈ લીધા બાદ ગળ્યું ખાવાનો ટ્રેન્ડ છે. જ્યાં સુધી ગળ્યું ખાવાનું ન મળે ત્યાં સુધી ભોજન અધૂરું રહે છે. ભારતના અનેક ઘરોમાં બરફી ખાવામાં આવે છે. વિદેશીઓમાં પણ બરફી અને ખાસ કરીને કાજુ કતલી ફેમસ છે.